તમારો ખોરાક અને કોવિડ-૧૯

Diet with MANSi - Antwerp Dietician


આ અભૂતપૂર્વ સમયમાં, કોવિડ-૧૯ કેવી રીતે પ્રસરે થાય છે તે સમજવું અને તેની વિશેષતા જાણવી એ મહત્વનું છે.

આપણે બધા જાણીએ છીએ, એની રસી ઉપલબ્ધ નથી, આપણે વાયરસથી બચવા માટે અને સુરક્ષિત રહેવા માટે સાવચેત રહેવું જરૂરી છે, અને તે પ્રમાણે પગલાં લેવા જરુરી છે.

યોગ્ય પ્રમાણે રાંધેલો ખોંરાક કોરોના વાયરસનો નાશ કરે છે.

જો તે પીવામાં આવે તો ( પાણી, દૂધ, સૂપ ) તે પેટ ના એસિડ થી નાશ પામે છે.

ખાદ્ય સુરક્ષા નિષ્ણાતો કહે છે કે ખાવાની ચીજે ફક્ત પાણીથી ધોવી જોઈએ, ઘરેલું સાબુથી નહીં.

કોરોના વાયરસનો ચેપ ખોરાકથી લાગતો નથી, પણ ખોરાકને પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામુગ્રી પર ઘણા દિવસો સુધી વાયરસ જીવી શકે છે.

પ્રારંભિક સંશોધન બતાવે છે, કે કાર્ડબોર્ડ પર ૨૪ કલાક અને પ્લાસ્ટિક પર ૭૨ કલાક જીવી શકે છે, પરંતુ તે સમય દરિમયાન વાયરસનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે,ચેપી રોગોના નિષ્ણાંત ડો.અબ્દુ શારકાવીએ સીટીવી ન્યૂઝ ઑટોવા ને જણાવ્યું છે “કોરોના વાયરસ સપાટી પર લાંબો સમય રહી શકે છે, ત્યારે એ જાણવું અગત્યનું છે, કે તે મોટાભાગની સપાટી પરથી આપણાં સ્વાસ માં દાખલ થવાના નથી, એટલે કે પ્લાસ્ટિક કે કાર્ડબોર્ડના બોક્ષ પર તે હાજર હોય તો પણ આપણે ડીસ્પોસેબલ ગ્લોવ્સ અને માસ્ક પહેરીએ તો તે આપણા શ્વાસ માં દાખલ થઈ શકે નહી,

ડો શારકાવી ઉમેયું છે, કે તમારે કોઈ પણ ચીજ અડતા પહેલા અને પછી હાથ સાબુથી ધોવા જોઈએ, તે બહુજ મહત્વનું છે,

જો તમે સપાટીને હાથ લગાડો અને તે હાથ તમારી આંખ, મોંઢા કે નાક ને લગાડો તો તમને ચેપ લાગી શકે છે,

પરંતુ તમે તમારી ગ્રોસરી ને લુછી કાઢો તો તેમાં કોઈ નુકસાન નથી

શું કોવિદ-૧૯ ખોરાક દ્વારા પ્રસરે છે ?

કાગળ અથવા કાર્ડબોર્ડ ના બોક્ષ નું પેકેજીંગ દુર કરી તમારા હાથ બહુ સારી રીતે સાબુથી ધુઓ

તમારા અને તમારા કુટુંબને કોવિદ-૧૯ થી બચાવવા માટે તમે ખરીદી કરવા માટે ધરની બહાર બહુ ઓછા જાઓ અને જૅ ચીજ લાંબો વબત બજત ૨કે તેવા બોક્સ તમે તમારી ગાડી માં થોડા દિવસ રહેવા દો

બહાર થી ટેક અવે મંગાવો તો પહેલા પેકેજીંગ મટીરીઅલ ને કાડી કાડ઼ો અને તમારા વાસણમાં ઘરેં વાનગી ખાલી કરો, પેકેજીંગ મટીરીઅલ કાદી હાથ સાબુથી ધુઓ.

શું અસરગ્રસ્ત દેશ / પ્રદેશમાંથી આયાત કરવામાં આવતા ખાદ્ય ઉત્પાદનો અથવા ઘટકો સાથે કોઈ જોખમ છે?

નહીં, સપાટી અથવા પેકેજિંગ દૂષિત થઈ ગઈ હોય તો પણ, વાયરસ ફક્ત ટૂંકા ગાળા માટે આવી સપાટી પર ટકી રહેશે, તેથી દૂષિત થવાનું જોખમ નથી.

હમણાં જ કોવિડ-૧૯ ની આસપાસ ઘણાં અજાણ્યા છે, અને પરિસ્થિતિ કોઈપણ સમયે બદલાઈ શકે છે, પરંતુ, હજી સુધી કોઈ એવું માહિતી બતાવતું નથી કે કોવિડ-૧૯ ખોરાક ખાવાથી ફેલાય છે, જેમ્સ ઇ. રોજર્સ કહે છે, પી.એચ.ડી., કન્ઝ્યુમર રિપોર્ટ્સના ફૂડ સેફ્ટી રિસર્ચ અને પરીક્ષણ નિયામક.

ચાલો આપણે જાગૃતિ ફેલાવીએ, ડર નહીં!

માનસી એક ખૂબ જ સરળ અને અસરકારક નો-ડાયેટ અભિગમ ધરાવતા બેલ્જિયમમાં પ્રેક્ટિસ કરેલા આહાર સલાહકાર અને ઓનલાઇન ફૂડ કોચ છે.

શૈક્ષણિક હેતુ માટે વિશ્વસનીય ઓનલાઇન સ્રોતોમાંથી પ્રાપ્ત થયેલા અવતરણો અને અવતરણો.

To receive her blogs on your email, click here.